મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામમાં તા. 13મીએ રામદેવપીરના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લીલાપર ખાતે જય અલખધણી રામામંડળ દ્વારા રામદેવપીરના મંદિરમાં તા. 13ને સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં તા. 13ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સવારે 8-15 કલાકે, મહાઆરતી બપોરે 12 કલાકે, સંતવાણી પ્રોગ્રામ 9 કલાકે તેમજ તા. 14ના રોજ શોભાયાત્રા સવારે 8-15 કલાકે અને મહાપ્રસાદ બપોરે 11-30 કલાકે રાખવામાં આવશે. સંતવાણીમાં ગ્રુપ ઓફ મિલન કાકડિયા ભજનો રજુ કરશે. વધુ વિગત માટે રાજુભાઈનો મો. 97269 15894 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..