મોરબી : સ્વામી નારાયણ સંપ્રદાયના સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો 99મો જન્મજયંતી મહોત્સવ મંગળવાર, 22 ડિસેમ્બરના રોજ એટલે કે માગશર સુદ આઠમના દીને છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે એક વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા ઓનલાઈન ઉજવાશે. જેને સમગ્ર વિશ્વમાં રહેલ સૌ કોઈ ભક્તો-ભાવિકો વિવિધ માધ્યમો દ્વારા નિહાળી શકશે. ભારતીય સમય મુજબ રાત્રે 7-30થી 10-30 વાગ્યા સુધી આ સભાનું પ્રસારણ આસ્થા ટી.વી. ચેનલ પર હિન્દીમાં, GTPL કથા ચેનલ નંબર 555 પર હિન્દીમાં તથા live.baps.org પર હિન્દી તથા અંગ્રેજીમાં થશે. જેમાં સૌને મહંત સ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો, મંત્ર પુષ્પાંજલિથી ગુરુહરિને વધાવવાનો તેમજ સમૂહ આરતીનો લાભ પ્રાપ્ત થશે. મંગળવાર, 22 ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજ 99મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે સવારે 8 વાગ્યે live.baps.org પર મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે.\