મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા આવતીકાલથી મતક્ષેત્રમાં પ્રચારનો પ્રારંભ કરશે ભાજપના ઉમેદવાર હળવદ : મોરબી જિલ્લાની ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રકાશ વરમોરાએ ધાંગધ્રાના સ્વામીનારાયણ ગુરુકુળમાં દર્શન કરી રામ સ્વામીના આશીર્વાદ મેળવી વિધાનસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તકે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તથા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરાએ ધાંગધ્રા ખાતે આવેલ સ્વામીનારાયણ સંસ્કારધામ ગુરુકુળમાં ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હતા. તેમજ રામ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ રેલીરૂપે શક્તિ પ્રદર્શન કરીને બે પૂર્વ મંત્રીઓની હાજરીમાં ઉમેદવારી પત્રક ભરી નામાંકન દાખલ કર્યું હતું. આ તકે પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ વરમોરા તથા પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આવતીકાલથી પ્રકાશભાઈ પોતાના મતક્ષેત્રમાં પ્રચારનો પ્રારંભ કરશે. જેના માટે આજે રાત્રિથી આયોજનને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રકાશભાઈ વરમોરાની ઉમેદવારીને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલથી શરૂ થતાં પ્રચાર અભિયાનને લઈને ગ્રામીણ વિસ્તારમાંથી પણ કાર્યકરો મુખ્ય કાર્યાલય ખાતે આવી રહ્યા છે.