સો-ઓરડીમાં વરિયા મંદિરની વાડી ખાતે તારીખ 10 અને 11 ઓગસ્ટ લેડીઝ માટે શોપિંગ ફેસ્ટિવલનું આયોજનમોરબી: મોરબીવાસીઓ માટે ખરીદી કરવાની અને સાથે આકર્ષક ઈનામો જીતવાની શાનદાર તક આવી ગઈ છે. તારીખ 10 અને 11 ઓગસ્ટ 2026ના રોજ મોરબીમાં ભવ્ય 'પ્રજાપતિ એક્ઝિબિશન'નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ 2 દિવસીય એક્ઝિબિશનમાં લોકોને એક જ સ્થળેથી તમામ પ્રકારની મનપસંદ વસ્તુઓ ખરીદવાનો મોકો મળશે.આ એક્ઝિબિશન મોરબી-2 વિસ્તારમાં આવેલી સો-ઓરડી ખાતેની વરિયા મંદિર વાડીમાં યોજાશે. જેનો સમય સવારે 10 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીં તમામ મુલાકાતીઓ માટે એન્ટ્રી બિલકુલ ફ્રી રાખવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાત લેનાર 10 ભાગ્યશાળી વિજેતાઓને ડ્રો દ્વારા આકર્ષક ગિફ્ટ જીતવાની શાનદાર તક પણ આપવામાં આવશે.શોપિંગ વેરાયટીની વાત કરીએ તો અહીં લેડીઝ અને ચિલ્ડ્રન વેર, વેસ્ટર્ન વેર, સાડી, ડ્રેસ મટીરીયલ જેવા કપડાં ઉપલબ્ધ હશે. આ ઉપરાંત ઈમિટેશન જ્વેલરી, પર્સ, કોસ્મેટિક્સ, ફૂટવેર, પરફ્યુમ, સ્ટેશનરી સહિતની અનેક આકર્ષક એસેસરીઝ અને વસ્તુઓનું વિશાળ કલેક્શન એક જ સ્થળે જોવા મળશે. ખરીદીની સાથે સાથે મુલાકાતીઓને ખાણીપીણીની મોજ કરાવવા માટે ચટાકેદાર વાનગીઓના ખાસ ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.વધુ માહિતી માટે 9909382382 અથવા 8264688125 પર સંપર્ક કરવાનો રહેશે. મોરબીની જનતાને પરિવાર સાથે આ ભવ્ય એક્ઝિબિશનની મુલાકાત લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PrajapatiExhibition #MorbiEvents #ShoppingInMorbi #Exhibition #MorbiCity