ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા આયોજિત શિબિરમાં ગુજરાતભરના પ્રજાપતિ આગેવાનો હાજર રહ્યાં મોરબી : અંબાજી ખાતે ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ રાજકીય કારકિર્દી ઘડતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતભરમાં પ્રજાપતિ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ગત તા.૨૫ના રોજ અંબાજી ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા પ્રથમ રાજકીય કારકિર્દી ઘડતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં અતિથિ સ્થાને રજનીભાઇ પટેલ,પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ મહામંત્રી વાઘજીભાઇ પ્રજાપતિ,પ્રદેશ કનવીનર, પીપળી ગામના મહંત અનિલભાઈ પ્રજાપતિ,બિપીનભાઈ પ્રજાપતિ,યુવા પ્રભારી પ્રદેશ કનવીનર,સુરેશભાઈ પ્રજાપતિ,કાંતિલાલ કણસાગરા,જીતુભાઈ પ્રજાપતિ, શાહુલભાઈ અંદોદરિયા,હર્ષદભાઈ વામજા વગેરે સૌરાષ્ટ્રના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવડીયા,રજનીભાઇ પટેલ પ્રજાપતિ સમાજની પહેલી શિબિરમાં હાજર રહ્યાં હતાં. પ્રજાપતિ સમાજ ખૂલ્લીને ભાજપને સમર્થન આપ્યું છે.આ શિબિરમાં ગુજરાતભરના પ્રજાપતિ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો.