મોરબી : મોરબીમાં ગાયત્રી પરિવાર દ્વારા પ્રજ્ઞાપુરાણ કથામૃતમનું આયોજન આવતીકાલ તારીખ 16થી 20 સુધી બપોરના 2-30થી સાંજના 6 સુધી કરવામાં આવ્યું છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ માનવજાતિને યોગ્ય દિશા આપવા માટે અને ઋષિ પરંપરાને જાગૃત કરવા માટે 19માં એવા પ્રજ્ઞાપુરાણની રચના કરી છે. એમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુરૂપ સમસ્યાઓનું સમાધાન તેમજ માનવને મહામાનવ બનાવવા માટેના વ્યવહારિક સૂત્રો સમજાવ્યાં છે. ગાયત્રી પરિવાર દ્વારા 177મી કથાનું આયોજન કોરોના મહામારીમાં દિવંગત થયેલ આત્માઓની સદ્ગતિ માટે કરવામાં આવ્યું છે. વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ - મોરબી દ્વારા હાઉસીંગ બોર્ડ સોસાયટીના સહયોગથી આયોજિત કથાનું રસપાન મીનાક્ષીબેન કાબરીયા કરાવશે. આ આયોજનમાં પોથીયાત્રા તા. 16ને ગુરૂવાર સવારે 9 કલાકે મહાદેવના મંદિરેથી કથા સ્થળ ઉમિયા સર્કલની બાજુમાં, શનાળા રોડ સુધી હશે. કથાની પૂર્ણાહુતિ તા. 20ને સોમવારે સાંજે દિપયજ્ઞથી કરવામાં આવશે. વધુ વિગત માટે મણિભાઈ ગડારાનો મો.નં. 94282 77391 પર સંપર્ક કરી શકાશે. આ પ્રજ્ઞાપુરાણ કથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..