મોરબી : મોરબીમાં રામદેવજી મહારાજના પ્રાગટ્ય ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રાગટ્ય ઉત્સવમાં સવારે યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ તેમજ સાંજે પણ ભજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમ મંદિરના મુકેશભાઈ ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું.