મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં હાજરી આપી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસની આજે વિસ્તૃત કારોબારી યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત ટંકારાના ધારાસભ્ય લલીત કગથરા, વાંકાનેરના ધારાસભ્ય જાવિદ પીરજાદા, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા તેમજ જામનગરના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, બેચરભાઈ હોથી, એલ.એમ.કંઝારિયા સહિતના જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારને અંગ્રેજો સાથે સરખાવી અન્યાય સામે લડી લેવા કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી. મોરબી મુકામે રવિવારે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમા પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવો, ખેડૂતોના પાકને પોક્ષણક્ષમ ભાવો આપવા,સ્કૂલ ફીમાં વધારાની ફીમાં મુક્તિ આપવી, અગરિયા અને માછીમાંરો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે, માં કાર્ડ, રેશનકાર્ડ, આયુષમાન કાર્ડની કામગીરી ઝડપી બનાવવા, મોરબી રાજકોટ વચ્ચે ફોરલેનનું કામ ઝડપથી પૂરું કરવા, માળીયા તાલુકામાં જર્જરિત સેવા સદન વગેરે મુદ્દે આલોચના કરી ભાજપના શાસકોમે અંગ્રેજો સાથે સરખાવી લડી લેવાની હાકલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આજની આ બેઠકમાં મોરબી અને માળીયા તાલુકામાં સિંચાઇની સગવડ આપવા અને મચ્છુ-3 ના સિંચાઈના અધૂરા કામો ઝડપથી પૂર્ણ કરવા, કોરોનાના મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકાર 4 લાખની સહાય આપે વગેરે એજન્ડા સમાવી આ કામો પૂર્ણ નહિ થાય તો સરકાર સામે આંદોલન કરવાની પણ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ તકે વાંકાનેરના ધારાસભ્ય જાવિદ પીરજાદા કહ્યું હતું કે હવે આપણે શરમ નેવે મૂકી મોંઘવારીનો વિરોધ કરવો જોઈએ અને નહિ કરીએ તો પ્રજાનો આપણે દ્રોહ કર્યો ગણાશે. જ્યારે લલિત કગથરાએ જણાવ્યું હતું કે, હવે આપણે મરણીયા બનીને જંગ લડવો પડશે અને આળસ ખેખરવી પડશે નહિતર ભાજપ આપણા સરનામાં પણ નહીં રહેવા દે. તેમણે તેજાબી શૈલીમાં એવું પણ કહ્યું હતું કે એકવાર પાવરમાં આવવા દો એટલે બધાના પટ્ટા ઉતરાવી નાખીશું. જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,સરકારને કોરોના કાળમાં અગાઉ ચેતવણી આપી હતી છતાં ધ્યાન ન આપતા બીજી લહેરમાં કોરોના કાળ બનીને ત્રાટક્યો હતો. આજની તારીખે ચૂંટણી આવે તો ભાજપના સુપડા સાફ થઈ જાય તેવો વિશ્વાસ વ્યક્ત કરી સરકારને અન્ય કાર્યો માટે પૈસા છે. પણ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય કરવા માટે પૈસા નથી તેવો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આખા ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી સરકાર તરફથી રાહત મળે તે માટે લડાઈ કરવાની હાકલ કરી હતી અને ભાજપને નવા અંગેજો સાથે સરખાવી તેની સામે લડવાનું પણ જણાવ્યું હતું. તેઓએ આગામી ડિસેમ્બર 2022 માં ભાજપને ઉખાડી ફેંકવા માટે દ્રઢ સંકલ્પ કરવા અને આંદોલનની સાથે સંગઠનને મજબૂત બનાવવાની હિમાયત કરી હતી. તેમજ માળિયામાં નવું સેવા સદન બનાવવા, મોરબી અને માળીયા તાલુકામાં સિંચાઇની સગવડ આપવા અને મચ્છુ-3 ના સિંચાઈના અધૂરા કામો ઝડપથી પૂર્ણ કરવા, કોરોનાના મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકાર 4 લાખની સહાય આપે વગેરે એજન્ડા સમાવી આ કામો પૂર્ણ નહિ થાય તો સરકાર સામે આંદોલન કરવાની હાકલ કરવામાં આવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..