એ ડિવિઝન અને તાલુકા પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખી હાથ ધરી કાર્યવાહી મોરબી : મોરબી શહેર અને લક્ષ્મીનગર ગામેથી પોલીસે કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપી પાડી ત્યાંથી દવાઓ-બાટલાઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પંચાસર ચોકડી નજીક મહાવીરનગરમાં પોતાના મકાનમાં જ રૂમમાં હોસ્પિટલ ખોલી ડીગ્રી વગર એલોપેથી દવા આપતા અશ્વિન વેલજીભાઈ નકુમ ઉ.વ.35ને દવાઓ, બાટલા અને ઇન્જેક્શ સહિત રૂ.18762ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામે અક્ષર પ્લાઝામાં કોઇ ડીગ્રી વગર શ્રી રામ કિલનીક ચલાવતા હિતેશભાઇ કાનજીભાઇ કારાવડીયાને રૂ.8139ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news