આજના આધુનિક અને ધમાલિયા જીવન વચ્ચે પણ પ્રાચીન ઢબથી પ્રભુની ભક્તિ કરવાની પરંપરા અખંડિત રાખતા ગામના વડીલો મોરબી : ' શેરી વળાવી સજ્જ કરું હરિ ઘરે આવો ને... ઉતારા દેશું ઓરડા હરિ ઘરે આવો ને... આવા પ્રભાતિયાં હવે અમુક ગામોમાં જ સંભાળવા મળે છે.આ અમુક ગામો પૈકીનું એક મોરબી નજીક આવેલા નાની વાવડી ગામે દરરોજ મંદિરમાં ગામના વડીલો પ્રભાતિયાં ગાઈને પ્રભુનું ભજન કરે છે. છેલ્લા 100 વર્ષથી પેઢી દર પેઢી ચાલી આવતી આ પ્રભાતિયાં ગાવાની પરંપરાને હાલના ગામના વડીલો સુપેરે નિભાવી રહ્યા છે અને વહેલી સવારે પ્રભાતિયાથી પ્રભુના ગુણગાન ગાય છે. મોરબી નજીક આવેલા નાની વાવડી ગામે રહેતા મનુભાઈ પટેલના જણાવ્યા મુજબ પ્રભાતિયા એક પ્રકારના ભજન છે. જે વહેલી સવારે જ ગાવામાં આવે છે. જેમાં દિનબંધુ દીનાનાથ એટલે પરમ કૃપાળુ પરમેશ્વરની ભક્તિને પ્રભાતિયાંમાં વણી લેવામાં આવે છે. પ્રભાતિયાં ગાવાથી આખો દિવસ મન એકદમ પ્રફુલ્લિત રહે છે.સાથેસાથે કોઈપણ કામ કરવામાં અનેરી શક્તિનો સંચાર થાય છે. આથી તેમના ગામમાં છેલ્લા 100 વર્ષથી પ્રભાતિયાં ગાયને પ્રભુની સાધના કરવામાં આવે છે. હાલમાં પણ વડીલો દરરોજ વહેલી સવારે ઉઠી સ્નાન કરી ગામના મંદિરમાં પ્રભાતિયાં થકી ભગવાનની ભક્તિનો સુર છેડે છે. વર્ષોથી ગામના વડીલો પ્રભાતિયાં ગાવાના પરંપરાને જીવંત રાખીને અન્ય ગામના લોકોને પણ આ રીતે પ્રભુની ભક્તિ કરવાનું પ્રેરણાબળ પૂરું પાડી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..