અયોધ્યા નવું ટુરિસ્ટ સ્પોટ બનવાની સાથે રૂપિયા 85,000 કરોડનું થશે ટર્નઓવર !મોરબી : અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે જ અયોધ્યા ભારતમાં એક નવું ટુરિસ્ટ હોટસ્પોટ બની જશે. અહીં દર વર્ષે 5 કરોડથી વધારે ટુરિસ્ટ પહોંચી શકે છે, તેમ ગ્લોબલ બ્રોકરેજ કંપની જેફરીને જણાવ્યું છે.અયોધ્યામાં રામલલ્લાના આગમન સાથે જ ભારતના અર્થતંત્ર પર મોટી હકારાત્મક અસર જોવા મળશે કારણ કે એક અંદાજ પ્રમાણે દર વર્ષે 50 મિલિયન એટલે કે આશરે 5 કરોડ લોકો અહી આવી શકે છે. સાથે જ 85,0000 કરોડનું ટર્નઓવર થઈ શકે છે. અયોધ્યામાં નવા એરપોર્ટ, અત્યાધુનિક રેલવે સ્ટેશન, ટાઉનશીપ, સુધરેલ રોડ કનેક્ટીવિટી વગેરેને પગલે આશરે રૂપિયા 85,0000 કરોડનું ટર્નઓવર થઈ શકે છે. અહીં નવી હોટેલો તથા અન્ય આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. ટુરિઝમ માટે તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ મળી શકે છે.અયોધ્યા ખાતે રામ મંદિર અર્થપૂર્ણ વિશાળ આર્થિક અસર કરી શકે છે. આશરે 70 એકરમાં ફેલાયેલ આ ધાર્મિક સ્થળ લાખો શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા ધરાવે છે. દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં 1થી 1.5 લાખ જેટલો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ધાર્મિક પર્યટન ભારતમાં સૌથી વિશાળ સેગમેન્ટ છે. નવા રામ મંદિરનું નિર્માણ પાછળ આશરે રૂપિયા 1,800 કરોડનો ખર્ચ થયો છે ત્યારે અયોઘ્યા ખાતે આર્થિક અને ધાર્મિક રીતે ઉભરી આવેલ છે. જેને લીધે હોટેલ્સ, એરલાઈન્સ, હોસ્પિટાલિટી, એફએમસીજી, ટ્રાવેલ એજન્સીઓ, સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને નવો વેગ મળે તેવા સંકેતો દેશની ટોચનું આર્થિક સંસ્થાઓ જણાવી રહી છે.