મોરબી : મોરબી રોટરી ક્લબ દ્વારા આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલ તેમજ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે કોવિડ પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડો. નીરવ વ્યાસ સાહેબ તેમજ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલના ડો. મિલાપ જોશી સાહેબ તથા તેમના ઉપપ્રમુખ અનંત ભાઈ મહેતાની હાજરીમા કોવિડ પી.પી.ઈ કીટ આપવામાં આવી હતી. આ તકે મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ પરમાર રૂપેશ (કવિ જલરૂપ ), સેક્રેટરી Rtn.શ્રી અબ્બાસ ભાઈ લાકડાવાલા, Rtn.હરીશભાઈ શેઠ, તેમજ Rtn.હૌજેફા ભાઈ લાકડાવાલા તથા Rtn. રાજવીર સિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા.