રહેણાંક, વાણિજ્યક અને ખેતીવાડીના કુલ 314 માંથી 40 કનેકશનોમાં ગેરરીતિ બહાર આવી મોરબી : મોરબી પીજીવીસીએલની ટીમો સાતમ આઠમના તહેવારોના સમયે જ વીજચોરીને ઝડપી લેવા મેદાને પડી છે. જેમાં પીજીવીસીએલની ટીમોએ સતત દરોડાની કાર્યવાહીનો દૌર ચાલુ રાખીને સપાટો બોલાવ્યો હતો. પીજીવીસીએલની ટીમોએ જુદા-જુદા વીજ કનેકશનોનું સઘન ચેકિંગ કરી રૂ.10.60 લાખની વીજ ચોરી ઝડપી લીધી હતી. મોરબી પીજીવીસીએલની ટીમોએ સાતમ આઠમના તહેવારો સમયે જ વીજ ચોરી ઝડપી લેવા સતત ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખી છે. ગઈકાલે મોરબી પીજીવીસીએલ દ્વારા જુદી-જુદી ત્રણ જગ્યાએ વીજ ચોરી ઝડપી લેવા દરોડા પાડયા હતા. જેમાં પીજીવીસીએલની ચરાડવા પેટા વિભાગ, વાંકાનેર રૂરલ પેટા વિભાગ તેમજ પીપળીયા પેટા વિભાગ કચેરી દ્વારા અલગ-અલગ 19 ટીમો બનાવીને ત્રાટકી હતી અને જુદી-જુદી જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 19 ટીમો દ્વારા 314 જેટલા વીજ કનેકશનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં 160 રેસિડનસીના કનેક્શન ચેક કરતા 14 કનેક્શનમાં ગેરરીતિ બહાર આવતા રૂ.3 લાખની વીજ ચોરી પડકાઈ હતી. આ ઉપરાંત 18 જેટલા વાણિજ્યક હેતુના કનેક્શન ચેક કરાતા 2 કનેક્શનમાં ગેરરીતિ બહાર આવતા 25 હજારની વીજ ચોરી પકડાઈ હતી. એવી જ રીતે 136 ખેતીવાડીના કનેક્શન ચેક કરાતા 24માં ગેરરીતિ બહાર આવતા રૂ.7.35 લાખની વીજ ચોરી પકડાઈ હતી. આમ 314 માંથી 40 કનેકશનોમાં કુલ રૂ.10.60 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..