મોરબી : આવતીકાલ તારીખ 22-12-2024 ને રવિવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપળી ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 7 થી બપોરના 2 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક , પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ ,નીલકંઠ પાર્ક , પ્રભુ કૃપા રેસીડેન્સી , હરિગુણ રેસીડેન્સી ,નવી પીપળી ,જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. ત્યારે આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવા જણાવાયું છે.