મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલ તા. 3-9-2025 બુધવારના રોજ હરિપર જેજીવાય ફીડર તેમજ ઓએસીસ ઇન્ડ. ફીડરમાં મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં હરિપર જેજીવાય ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે, જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી બપોરે 3 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. તથા ઓએસીસ ઇન્ડ. ફીડરમાં આવતા વિસ્તારો જય ગણેશ નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી સાંજના 5 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.