મોરબી : મોરબીમાં અમુક સબ સ્ટેશન તથા લાઇનનું સમાર કામ કરવાનું હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની ગ્રાહકોએ નોંધ લેવા GETCO દ્વારા યાદીમાં જણાવાયું છે. આગામી તા. 17ના રોજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી અને તા. 24ના રોજ બુધવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી 3 સબ સ્ટેશનમાંથી વીજળીનો પુરવઠો બંધ રહેશે. જેમાં 220 કેવી લાલપરમાંથી નીકળતા 11 કેવી મારુતિ ફિડરમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. 66 કેવી જોધપરમાંથી નીકળતા 11 કેવી અગ્નિ ફિડરમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. અને 66 કેવી મોરબી-Aમાંથી નીકળતા 11 કેવી વિશાલદીપ ફીડરમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. વધુમાં, આગામી તા. 24ના રોજ 66 કેવી વેજલપરમાંથી નીકળતા તમામ 11 કેવી ફીડરમાંથી સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.