ટંકારા : ટંકારા તાલુકામાં ગાજ વીજ સાથે પડી રહેલા વરસાદ વચ્ચે વીજળી વેરણ બની છે. તાલુકામાં બે સ્થળોએ ધ્રુવનગર અને નેસડા સુરજી ગામે વીજળી પડવાથી ભેંસ અને બળદના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ટંકારામાં આજે સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે અંદાજે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાથે બે અબોલજીવના મોત પણ થયાં હતાં. જેમા નેસડા સુરજી ગામની સીમમાં વાધેલા ભાનુભાઈ પીતાંબરભાઈનો બળદ અને ધ્રુવનગરના માલધારી ભુપતભાઈ જીવણભાઈ ઝાપડાની ભેસ ઉપર વિજળી પડતા તેનું મોત થયું હતું. બનાવ સંદર્ભે પશુ આરોગ્ય વિભાગના ડો. ભાડજા અને તાલુકા પંચાયત પોલીસ વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..