મેન્ટેનન્સ અને રોડ વાઇડનિંગની કામગીરીના પગલે સવારે 07:00 થી બપોરે 14:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: મોરબી પીજીવીસીએલની શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 07/06/2026ને રવિવારના રોજ રોડ વાઇડનિંગ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે 07:00 થી બપોરે 14:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. રવાપર એસ.એસ. (બહુમાળી અને તીર્થ અર્બન ફીડર):રોડ વાઇડનિંગની કામગીરી અર્થે સરદાર નગર-3, ન્યૂવેરા સ્કૂલની આસપાસ, રવાપર રેસીડેન્સી, શક્તિ ટાઉનશિપ-1 અને 2, લોટસ 158, લોટસ 159, આસોપાલવ સોસાયટી, ખેંગડીની વાડી, ઉમિયા નગર સોસાયટી, સદગુરુ નગર 1, નીતિન સોસાયટી, ફ્લોરા 158, વેલકમ પ્રાઈડ તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.મોરબી બી.એ.એસ. (શનાળા ફીડર):મેન્ટેનન્સની કામગીરી અર્થે લાઇન્સનગર, દરબારગઢ, શક્તિ પ્લોટ, ભગડા મામા આજુબાજુનો વિસ્તાર, લીમડા વાડી મેલડી માતા મંદિર આજુબાજુનો વિસ્તાર, શનાળા પાણીનો સંપ, શક્તિ માતા મંદિર પાસેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય આજુબાજુનો વિસ્તાર અને રાઘવ સોસાયટી આજુબાજુના વિસ્તારોમાં કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક તેમજ વાણિજ્ય વીજજોડાણોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiNews #Shanala #Ravapar #GujaratNews