મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 19-11-2025ને બુધવારના રોજ વિવિધ વિસ્તારોમાં જેટકો દ્વારા મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ઘુંટું રોડ સબસ્ટેશનમાંથી નીકળતા તમામ JGY, ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડર સવારે 8 થી સાંજે 4 કલાક સુધી, આંદરણા સબસ્ટેશનમાંથી નીકળતા તમામ JGY, ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડર સવારે 8 થી સાંજે 5 કલાક સુધી તેમજ વુગા જેજીવાય ફીડર (ઘુટુ ગામ તથા આસપાસ નો વિસ્તાર) સવારે 9 થી 12 કલાક સુધી આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.