મોરબી: ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તારીખ 27/05/2026 ને બુધવારના રોજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીજકાપનો સમય અને પ્રભાવિત વિસ્તારોની વિગત:• ઘૂંટુ-2 એસ.એસ.: આ સબ સ્ટેશનમાંથી નીકળતા રોક ઇન્ડસ્ટ્રીયલ, નિયોલક્સ ઇન્ડસ્ટ્રીયલ તથા વુગા જે.જી.વાય ફીડરમાં સવારે 8:00 થી બપોરે 1:00 સુધી બંધ રહેશે. જેના કારણે ઘૂંટુ ગામ તથા તેની આસપાસના વિસ્તારોમાં પાવર કાપ રહેશે.• ઘૂંટુ એસ.એસ.: આ સબ સ્ટેશનમાંથી નીકળતા ઘૂંટુ જે.જી.વાય ફીડરમાં સવારે 9:00 થી બપોરે 1:00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.• ઊંચી માંડલ એસ.એસ.: આ સબ સ્ટેશનમાંથી નીકળતા પૂજા એ.જી ફીડરમાં સવારે 8:00 થી બપોરે 1:00 સુધી મેન્ટેનન્સ કામગીરી અર્થે પાવર સપ્લાય બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારોના તમામ રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી) અને ખેતીવાડી વીજજોડાણોમાં પાવર સપ્લાય બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #Ghuntu #MaintenanceWork #GujaratNews