PGVCL દ્વારા 1 જુલાઈના રોજ સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી અલગ અલગ 3 સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશેમોરબી : પીજીવીસીએલ (PGVCL) મોરબી દ્વારા નવા કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે તારીખ 01-07-2026 ને બુધવારના રોજ શહેરના જુદા જુદા પેટા વિભાગો હેઠળ આવતા ફીડરોમાં વીજ કાપ મૂકવામાં આવ્યો છે. મેન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.મોરબી શહેર-1 પેટા વિભાગવીજ કાપનો સમય: સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધીફીડર: 11 કેવી મધુરમ ફીડર અસરગ્રસ્ત વિસ્તારો: તપોવન રેસીડેન્સી (ઉમીયા સર્કલ પાસે), મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, અવની ચોકડી સામેના શોપિંગ સેન્ટરની દુકાનો, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ તથા તેની આસપાસની સોસાયટી અને રામ વિજય સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.મોરબી શહેર પેટા-02 વિભાગવીજ કાપનો સમય: સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધીફીડર: 11 કેવી સીટી અર્બન ફીડરઅસરગ્રસ્ત વિસ્તારો:પટેલ બોર્ડિંગ અને તેની પાસે, દેના બેંક અને તેની પાસે, શક્તિ ચોક અને તેની પાસે, પોસ્ટ ઓફિસ અને તેની પાસે, શક્તિ ચોકથી નહેરુ ગેટ વાળો રોડ અને તેની પાસે, શાકમાર્કેટ પાસેનો વિસ્તાર, વાંકાનેર દરવાજા પાસેનો વિસ્તાર, સિટી પોલીસ લાઇન, સીટી પોલીસ સ્ટેશન, શિક્ષણ અધિકારીની ઓફિસ, તાલુકા ઓફિસ, ખાટસી વાસ, મણી મંદિર, જેલ રોડ, બુઢા બાવાની શેરી, નહેરુ ગેટથી ગ્રીન ચોક વચ્ચેનો વિસ્તાર.ફીડર: રેડિયન્ટસમય: 07:00 થી 02:00અસરગ્રસ્ત વિસ્તાર: પરિશ્રમ ચેમ્બર-1,2, પટેલ ચેમ્બર, વૈભવ હોટલ, આશા એન્જિ. વાળી શેરી, ઘનશ્યામ ચેમ્બર-1,2,3,4, નીલકંઠ એન્જિ. વાળી શેરી, નીલકંઠ કેડકેમ વાળી શેરી, સિરામિક ઝોન, સહકાર ચેમ્બર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો. મોરબી ઔદ્યોગિક પેટા વિભાગવીજ કાપનો સમય : સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધીફીડર: મહેન્દ્રનગર જેજીવાય (JGY) ફીડરઅસરગ્રસ્ત વિસ્તારો: સોમનાથ પાર્ક, બી ડિવિઝન પ્રભુકૃપા સોસાયટી તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજજોડાણો.નાની વાવડી ઔધોગિક પેટા વિભાગ હેઠળ સમય: સવારે 7:00થી 02:00 ફીડર: 66 KV ચાચાપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી ગોમતેશ્વર JGY વિસ્તાર: ચાચાપર, ખાનપર તથા નેસડા ગામમેન્ટેનન્સની કામગીરી વહેલી પૂર્ણ થશે તો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે, જેની તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવા નાયબ ઇજનેર, PGVCL મોરબીની યાદીમાં જણાવાયું છે.જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ મોરબી : મેન્ટેનન્સની કામગીરીના કારણે જેતપુર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના 66 KV ગાળા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી પીલુડી જેજીવાય ફીડર સવારે 8 થી સાંજે 3 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક,વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #MorbiCity #ElectricityUpdate #Maintenance