મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારમાં તારીખ 24/09/2025 ના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં વુગા JGY ફીડર તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે 8:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી ઘૂંટુ ગામ તેમજ આસપાસના વિસ્તારમાં વીજ કાપ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.