મેઇન્ટેનન્સની કામગીરીને પગલે 20 જૂનના રોજ એવન IND ફીડર હેઠળના વાણિજ્ય અને ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં આવતીકાલે તારીખ 20/06/2026 ને શનિવારના રોજ પીજીવીસીએલ (PGVCL) દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે ઔદ્યોગિક વિસ્તારના એક ફીડરમાં નિયત સમય માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.મોરબી ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઈજનેરની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, મેઇન્ટેનન્સની કામગીરીના કારણે એવન IND ફીડર સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બંધ રહેશે. આથી, ઉપર મુજબના આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વીજજોડાણોમાં આ સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે.પીજીવીસીએલ તંત્ર દ્વારા ખાસ નોંધ આપવામાં આવી છે કે, મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. આથી સંબંધિત વિસ્તારના તમામ વાણિજ્ય અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને આ સમયપત્રકની નોંધ લેવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiIndustrialArea #MorbiNews #AvonIndFeeder