મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ વીજ લાઈનોના આવશ્યક મેઇન્ટેનન્સની કામગીરીના કારણે મંગળવાર, તારીખ 07/10/2025 ના રોજ બે અલગ-અલગ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.અશ્વમેઘ ઇન્ડ. ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં પાટીદાર ટાઉનશીપ, હાઇવે ઉપરના કોમ્પ્લેક્ષો, અને આ ફીડર હેઠળના તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.તેમજ ટીંબડી જેજીવાય ફીડર સવારે 08:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં જુની ટીંબડી, નવી ટીંબડી, જુના ધરમપુર, નવા ધરમપુર ગામો, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો, અને આ ફીડર હેઠળના તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.