મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 11/02/2026 બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે જેમાં 66 કેવી માનસર સબ સ્ટેશન હેઠળ આવતા ભક્તિનગર જેજીવાય, બાથકો જેજીવાય, આત્મજયોત જેજીવાય, એક્સપર્ટ ઇન્ડ. તથા સાદુરકા એજી ફીડરો સવારે 8:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જેવા કે ભક્તિનગર, રવાપર નદી, અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.આ ઉપરાંત કેરાળા જેજીવાય, રાજા, એરિકોન ઇન્ડ. ફીડર સવારે 8:30 થી બપોરનાં 4:00 વાગ્યા સુધી બંધ રહેશે. જે ફીડર હેઠળના હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.