મોરબી : મોરબી શહેર પેટા - 2 વિભાગ હેઠળ તા. 3-12-2025ને બુધવારના રોજ વિશાલદીપ ફીડર વિસ્તારોમાં મેઇન્ટેનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં વિશાલદીપ ફીડરમાં આવતા જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ૧-૫, દરિયાલાલ પ્લાઝા, શક્તિ ચેમ્બર, સિરામિક સીટી, શિવાલિક ચેમ્બર, ક્રિષ્ના કલર, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં સવારે 8 થી 4 કલાક સુધી વિજકાપ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.