મોરબી અપડેટ: મોરબી શહેર પેટા -03 વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 20/09/2026 રવિવારના રોજ 11 કેવી લાઈનની મેઇન્ટનન્સની કામગીરી માટે અમુક વિસ્તારોમાં સવારે 08 થી બપોરે 04 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.જેમાં શ્રદ્ધા ફીડર હેઠળના શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા, ફૂલછાબ સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.