મોરબી: મોરબીમાં આવતીકાલે તારીખ 14/12/2025ને રવિવારના રોજ સ્ટ્રીટ લાઈટના વાયર નાખવાની કામગીરીને પગલે PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે. કામગીરીને પગલે 11 કેવી હોસ્પીટલ ફીડર સવારે 09:30 થી બપોરના 02:30 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમા આવતા વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ વગેરે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું યાદીમાં જણાવાયું છે.