મોરબી: મોરબીમાં તારીખ 30/12/2025 ને મંગળવારના રોજ 66 કેવી વજેપર સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરીને પગલે PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી રાજનગર ફીડર, 11 કેવી લાતી પ્લોટ ફીડર તેમજ 11 કેવી હોસ્પીટલ ફીડર સવારે 07:00 થી 08:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં હેઠળના રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ, રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, બોયઝ હાઈસ્કુલ તથા સદભાવના હોસ્પીટલ આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.આ ઉપરાંત 11 કેવી મુનનગર ફીડર સવારે 08:00 થી સવારના 10:00 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2,3 અને 4 નો એરીયા વગેરે વિસ્તારમાં વીજકાપ રહેશે.