મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 26-3-2025ના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વિજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં વુગા JGY ફીડરમાં આવતા વિસ્તારમાં સવારે 8:30થી બપોરે 10:30 કલાક સુધી (ઘૂંટુ ગામ તેમજ રામકો વિલેજ સોસાયટી) વિસ્તારમાં બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.