મોરબી : પીજીવીસીએલના ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની હોવાથી આવતી કાલે તારીખ 30/04/2026 ને ગુરુવારના રોજ વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.જેમાં ઘૂંટુ એસ.એસ. થી નીકળતા સિલ્ક, લેન્ઝ અને વિવાન્ટા ફીડર સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી.) તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં આ સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #Ghuntu #Maintenance #ElectricityUpdate #MorbiNews