મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27/02/2026ને શુક્રવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. જેમાં ઘૂંટુ એસ એસથી નીકળતા સિલ્ક અને લેન્ઝ ફીડર સવારે 09:00 થી બપોરે 12:00 સુધી તેમજ લખધીરપુર સબસ્ટેશનમાંથી નીકળતા કૃપા ફીડર સવારે 12:00 થી બપોરે 02:00 સુધી બંધ રહેશે. આ ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.