બેલા ખેતીવાડી અને અમૃત ફીડરમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : પીજીવીસીએલના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા અમુક વિસ્તારોમાં આગામી તારીખ 04/05/2026 ને સોમવારના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.જેમાં ઘૂંટુ એસએસમાંથી નીકળતા બેલા ખેતીવાડી ફીડરમાં તેમજ ભરતનગર એસએસમાંથી નીકળતા અમૃત ફીડરમાં સવારે 8:00 થી સાંજે 6:00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ઉપરોક્ત ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી) તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #Ghuntu #GujaratNews