મોરબી: મોરબીમાં સિટી-1 અને ઔદ્યોગિક સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં મેન્ટેનન્સ સહિતના કારણોસર આવતીકાલે તા.1ને બુધવારે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મધુરમ ફીડર સવારે 09:30 થી બપોરના 12:00 વાગ્યા સુધી બંધ રહેશે. જે ફીડર હેઠળના વિસ્તારો તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તારમાં વીજકાપ રહેશે. આ ઉપરાંત ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળનું હરિપર જેજીવાય ફીડર સવારે 08:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી બંધ રહેશે. જે ફીડર હેઠળના જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરત નગર તેમજ આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેવું યાદીમાં જણાવાયુ છે.