મોરબી : મોરબીમાં મેઈન્ટેનન્સની કામગીરીને પગલે જેતપર ઔદ્યોગિક પેટા વિભાગના અમુક વિસ્તારોમાં આવતીકાલે 3 ફેબ્રુઆરી અને શહેર પેટા 2 વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં 4 ફેબ્રુઆરીના રોજ વીજકાપ રહેશે. જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 03/02/2026 ના રોજ 66 કેવી રંગપર 2 સબ સ્ટેશનમાંથી 11 કેવી મોનોલીથ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર અને ઇમપિરિયલ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર સવારે 9 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તારીખ 04/02/2026 બુધવારના રોજ 66 કેવી સબસ્ટેશન મેઇન્ટનન્સની કામગીરી માટે સવારે 07:00 થી બપોરે 02:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.જેમાં ચિત્રકૂટ ફીડર હેઠળના નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે.આ ઉપરાંત વાવડી રોડ ફીડર હેઠળના ક્રિષ્ના પાર્ક 1/2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા, સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો તેમજ શ્રદ્ધા ફીડર હેઠળના શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસાયટી, ફૂલછાબ સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.