મોરબી : મોરબી શહેર પેટા - 2 વિભાગ હેઠળ તા. 22-2-2025 અને તા. 23-2-2025ના રોજ વિવિધ વિસ્તારોમાં મેઇન્ટેનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં તા. 22-2-2025ના રોજ સવારે 8 થી બપોરના 4 કલાક દરમ્યાન પરશુરામ ફીડરમાં આવતા શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, તેમજ તા. 23-2-2025ના રોજ સવારે 8 થી બપોરના 4 કલાક દરમ્યાન ગોપાલ ફીડરમાં આવતા રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ પીજીવીસીએલની યાદીમાં જણાવાયું છે.