મોરબી : આવતીકાલે રવિવારના રોજ નવી લાઈન કામની કામગીરી કરવાની કામગીરી હોઇ મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કે.વી. હોસ્પીટલ ફીડર સવારે ૦૯:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, મહાનગર પાલીકા ઓફીસ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.