સવારના 7.30 થી 3:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ મોરબી : શહેરમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી મોરબી - ૧ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે રવિવારે સવારના 7.30 થી 3:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આવતીકાલે તા.11 ને રવિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ટેલીકોમ ફીડર સવારે 7.30 થી બપોરના 3.30 વાગ્યા સુધી વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં. 1,2,3 ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર, ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય સવારે 7.30થી 3.30 સુધી બંધ રહેશે.