મોરબી : મોરબીમાં આવતીકાલે તારીખ ૨૪.૦૫.૨૦૨૩ નાં બુધવાર નાં રોજ શહેરના વિવિધ વિસ્તારોના ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે ૭.૦૦ વાગ્યાથી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલના માનવંતા ગ્રાહકોની જાણ માટે કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. શહેર પેટા વિભાગ ૨,સીટી ફિડર હેઠળ આવતા જજ બંગલો, કલેક્ટર બંગલો,ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોક નો વિસ્તાર,કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારો પાવર કાપ રહેશે. શહેર પેટા વિભાગ ૧ હેઠળ આવતીકાલ તારીખ ૨૪.૦૫.૨૦૨૩ ના ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે..