મોરબી : મોરબીના વાવડી રોડના વિસ્તારોમાં કાલે શુક્રવારે પીજીવસીએલ દ્વારા ફીડર સમારકામને લઈને વિજકાપ જાહેર કરવામાં આવ્યો છે.આવતીકાલે તારીખ ૮ને શુક્રવારનાં રોજ મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા વિસ્તારમાં ફીડર સમારકામ સવારે ૭.૩૦ વાગ્યા થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલના માનવંતા ગ્રાહકોની જાણ કરી કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. જેમાં વાવડી રોડ ફીડરના રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર ૧-૩, માધાપર તથા આસપાસના વિસ્તારોમાં વિજકાપ રહેશે.