મોરબી: મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ તારીખ 31 ડિસેમ્બર ને બુધવારના રોજ રેલવે ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 2-30 સુધી વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેથી રેલવે ફીડર હેઠળના શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.