ચિત્રકૂટ, ઘૂંટુ JGY અને ઝીબા ફીડર હેઠળ આવતી સોસાયટીઓ તેમજ રહેણાંક-ઔદ્યોગિક વિસ્તારોમાં પાવર કટ રહેશેમોરબી અપડેટ : મોરબી શહેર પેટા વિભાગ-3 તેમજ ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ વીજતંત્ર દ્વારા 11 KV લાઈન મેઇન્ટેનન્સ અને MVCC વાયર-કન્ડક્ટર બદલવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે તારીખ 18-08-2026, મંગળવારના રોજ વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. 1. મોરબી શહેર પેટા વિભાગ-3 (ચિત્રકૂટ ફીડર):11 KV લાઈન મેઇન્ટેનન્સની કામગીરી હોવાથી સવારે 8:00 થી બપોરે 4:00 વાગ્યા સુધી ચિત્રકૂટ ફીડરમાં આવતા સેન્ટ મેરી સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, નવી-જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, નવા ડેલા રોડ, મચ્છી પીઠ રોડ, સુપર ટૉકીઝ, ચિત્રકુટ ટૉકીઝ, રોહીદાસ પરા, ચાર ગોડાઉન સહિતના આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.2. ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ (ઘૂંટુ JGY ફીડર):ઘૂંટુ રોડ (ઘૂંટુ-1) સબ સ્ટેશનમાંથી નીકળતા ઘૂંટુ JGY ફીડરમાં MVCC વાયર બદલવા તથા મેઇન્ટેનન્સની કામગીરી અર્થે સવારે 9:00 થી સાંજે 5:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેમાં ઉમા રેસીડેન્સી, પ્રભાતનગર, હરીઓમ પાર્ક, ધર્મ સિદ્ધિ સોસાયટી તેમજ ગ્રીનલેન્ડ સોસાયટી સહિતના વિસ્તારોના તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (HT) જોડાણોમાં પાવર સપ્લાય બંધ રહેશે.3. ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ (ઝીબા ફીડર):લખધીરપુર સબ સ્ટેશનમાંથી નીકળતા ઝીબા ફીડરમાં MVCC કન્ડક્ટર બદલવાની કામગીરી માટે સવારે 8:30 થી સાંજના 6:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (HT) ગ્રાહકોનો વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #ElectricityCut #MorbiCity #Ghuntu #Lakhdhirpur #ChitrakootFeeder #MorbiNews #GujaratNews