મોરબી: પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સ અને અન્ય કામગીરી સબબ આવતીકાલે તા.8 ફેબ્રુઆરીને રવિવારના રોજ મોરબી શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ મુકવામાં આવ્યો છે. (1) મોરબી શહેર-૧ પેટા વિભાગ (સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૪:૦૦ સુધી)આવતીકાલે ફીડર મેન્ટેનન્સ માટે ૧૧ કેવી હોસ્પીટલ ફીડર હેઠળ આવતા નીચે મુજબના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:● વાવડી રોડ વિસ્તાર: રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે.● અન્ય વિસ્તારો: જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ સેન્ટરો, સાવસર પ્લોટ વિસ્તારની તમામ હોસ્પીટલ અને જલારામ મંદિર વગેરે વિસ્તાર.(2) જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ (સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી)મેઇન્ટનન્સ કામગીરીને પગલે ૬૬ કેવી રંગપર-૨ સબ સ્ટેશનમાંથી નીકળતા નીચેના ફીડરોમાં વીજ પુરવઠો બંધ રહેશે:● ફીડર: ૧૧ કેવી મોનોલીથ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર અને ઇમપિરિયલ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્ય અને ઔદ્યોગીક (HT) જોડાણો.(3) ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ ઘુંટુ પેટા વિભાગ હેઠળ મેઇન્ટનન્સ માટે નીચે મુજબના ફીડરોમાં કાપ રહેશે:● લેક્સસ અને આલ્ફા ફીડર: સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી.● ડોનેટો ફીડર: સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૧:૦૦ સુધી.● એસ્સાર ફીડર: સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ સુધી.● લેન્ઝ અને સિલ્ક ફીડર: સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ સુધી.