મોરબી : મોરબીમાં વરસાદને પગલે વાવડી રોડ, ગાયત્રીનગર સોસાયટી, સામાકાંઠે અરૂણોદયનગર સહિતના અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ ફોલ્ટ સેન્ટરનો સંપર્ક કરવા પણ ભારે જહેમત ઉઠાવી પડી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે.