મેઈન્ટેનન્સની કામગીરી માટે શહેર પેટા-2 વિભાગ હેઠળના વિસ્તારોમાં સવારે 7થી બપોરના 2 સુધી વીજપુરવઠો બંધ રખાશેમોરબી : મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ તા. 23-11-2024ને શનિવારના રોજ અનેક વિસ્તારોમાં 66 કેવી મોરબી A સબ સ્ટેશન મેઇન્ટનન્સની કામગીરી માટે સવારે 7 થી બપોરના 2 કલાક દરમિયાન વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ભાડિયાદ ફીડર સવારે 7:30 થી બપોરે 3:30 વાગ્યા દરમ્યાન સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વિગેરે તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે.આ ઉપરાંત સીટી ફીડરમાં મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક, સુધી નો વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, દરબારગઢ ફીડરના મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસ ના વિસ્તારો, વેજીટેબલ ફીડરના ભિમસર, ઉમાં ટાઉન શિપ, આદર્શ સોસા, શિવપાર્ક, લાભ નગર૧-૨ વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો, ગોપાલ ફીડરમાં રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, એમ હોસ્પિટલ ફીડરમાં લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસા, વિષાલદીપ ફીડરમાં જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ૧-૫, શક્તિ ચેમ્બર, સિરામિક સીટી, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો ત્રાજપર ફીડરમાં તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો, પરશુરામ ફીડરમાં આવતા શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો, તથા રેલવે ફીડરમાં આવતા શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.