66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV ઓમ ઇન્ડસ્ટ્રીઅલ અને કેશવાનંદ જેજીવાય ફીડરમાં મેઇન્ટેનન્સ કામગીરીને પગલે સવારે 9 થી બપોરે 14 વાગ્યા સુધી પાવર કટ રહેશેમોરબી : પીજીવીસીએલના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વાયર બદલવાની અને મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આગામી તારીખ 14/06/2026, રવિવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા સંબંધિત ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને આ પાવર કાપ અંગે અગાઉથી નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV ઓમ ઇન્ડસ્ટ્રીઅલ અને કેશવાનંદ જેજીવાય ફીડર 14/06/2026, રવિવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. મેઇન્ટેનન્સની કામગીરી વહેલી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વગર વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવશે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #BelaSubStation #Jetpar #MorbiIndustrial #MorbiNews #GujaratiNews