મોરબી : મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ તારીખ 23-1-2025 થી 25-1-2025 દરમ્યાન કેટલાક વિસ્તારોમાં મેઇન્ટેનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રહેશે. જેમાં તા. 23-1-2025ના રોજ સવારે 7:30 થી 3:30 કલાક દરમ્યાન ત્રાજપર ફીડરમાં આવતા વિસ્તાર તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વિજકાપ રહેશે. તા. 24-1-2025ના રોજ સવારે 7:30 થી 3:30 કલાક દરમ્યાન પરશુરામ ફીડરમાં આવતા શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વિજકાપ રહેશે. તેમજ તા. 25-1-2025ના રોજ સવારે 7:30 થી 3:30 કલાક દરમ્યાન ગોપાલ ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે, રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વીજકાપ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે.