રવાપર એસ.એસ.ના બહુમાળી અને તીર્થ અર્બન ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 08:00 થી બપોરના 14:00 વાગ્યા સુધી પાવર કટ રહેશેમોરબી : મોરબીમાં શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં રોડ વાઈડનિંગની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે તારીખ 04/06/2026 ના રોજ સવારે 08:00 થી બપોરના 14:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.વીજકાપથી પ્રભાવિત થનારા વિસ્તારોરવાપર એસ.એસ.માંથી નીકળતા બહુમાળી તેમજ તીર્થ અર્બન ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેમાં સરદાર નગર-3, ન્યૂવેરા સ્કૂલની આસપાસના વિસ્તારો, રવાપર રેસીડેન્સી, શક્તિ ટાઉનશિપ 1 અને 2, લોટસ 158, લોટસ 159, આસોપાલવ સોસાયટી, ખેંગડીની વાડી, ઉમિયા નગર સોસાયટી, સદગુરુ નગર 1, નીતિન સોસાયટી, ફ્લોરા 158, વેલકમ પ્રાઈડ તથા તેની આસપાસના વિસ્તારોમાં તેમજ આ ફીડરમાં આવતા તમામ રહેણાંક તથા વાણિજ્ય વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #Shanala #Ravapar #MorbiCity