મોરબી: મોરબી શહેર પેટા વિભાગ-02 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે તારીખ 11/04/2026 ને શનિવારના રોજ સવારે 08:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.કયા વિસ્તારોમાં વીજ કાપ રહેશે?• ચિત્રકૂટ ફીડર: નવી અને જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન તેમજ આસપાસના તમામ વિસ્તારો. • સીટી ફીડર: મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક સુધીનો તમામ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારો.આ તમામ વીજકાપ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે. #Morbi #ElectricityCut #PowerCut #Maintenance #PGVCL #MorbiUpdate #PublicNotice