પીજીવીસીએલ દ્વારા ડાઇનેમિક અને જેજીવાય ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશેમોરબી અપડેટ: પીજીવીસીએલ (PGVCL) દ્વારા મેઇન્ટેનન્સ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલે, તારીખ 09 સપ્ટેમ્બર 2026 ને બુધવારના રોજ મોરબી શહેર અને ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.મોરબી શહેર પેટા-02 વિભાગ મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા ડાઇનેમિક ફીડરના વિસ્તારોમાં સવારે 07:30 થી બપોરે 15:30 (3:30) કલાક સુધી વીજ કાપ રહેશે. આ ફીડર હેઠળ આવતા લક્ષ્મી સોસાયટી, ડાઇનેમિક અબ્રેસીવ, શ્યામ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, અંબિકા એન્જી, હોમ ડેકોર, મારુતિ એન્ટરપ્રાઇઝ, આનંદ કેમિકલ, પૂજા કેમિકલ, શુભ ગ્લાસ વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા બાથકો જેજીવાય (JGY) ફીડરમાં મેઇન્ટેનન્સ કામગીરીને પગલે સવારે 9:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. આ ફીડર હેઠળ આવતા અમરનગર, દાદાશ્રીનગર ગામો, રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો તેમજ આ વિસ્તારના તમામ રહેણાંક, વાણિજ્યક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.ઘુંટુ ઔધોગિક પેટા વિભાગઘુંટુ ઔધોગિક પેટા વિભાગમાં MVCC વાયર બદલવા તથા મેઇન્ટેનન્સની કામગીરીને પગલે ઘૂંટુ એસએસમાંથી નીકળતા ઘૂંટુ JGY ફીડર અને માંડલ AG ફીડર સવારે 09:00 થી સાંજે 6:00 સુધી તથા સિલ્ક અને લેન્ઝ IND ફીડર સવારે 09:00 થી 12:00 બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.#MorbiUpdate #PGVCL #PowerCut #MaintenanceWork #MorbiNews #Morbi